Satya Tv News

ગાઝિયાબાદની એક સ્કૂલના પ્રિન્સિપાલ પર છોકરીઓએ યૌન શોષણના ગંભીર આરોપ લગાવ્યાં છે. આચાર્યના આ ઘૃણાસ્પદ કૃત્યથી કંટાળીને છોકરીઓએ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લોહીથી પત્ર લખ્યો હતો. સીએમ યોગીએ વિદ્યાર્થીનીઓના આ પત્રને ખૂબ જ ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. સીએમના આદેશ બાદ આરોપી પ્રિન્સિપાલની ધરપકડ કરી લેવામાં આવી છે.આ સ્કૂલ છઠ્ઠાથી દસમા ધોરણ સુધી ભણાવે છે. 51 વર્ષીય આચાર્ય રાજીવ પાંડે પર આરોપ છે કે તેણે ઘણી છોકરીઓને બેડ ટચ કર્યો હતો.

વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે, શાળાના આચાર્ય અવારનવાર તેમના કપડાંની વાત કરતા હતા. વિદ્યાર્થીનીઓના કપડાં ઠીક કરવાના બહાને તે ખોટી રીતે અડકતા હતા. જ્યારે આચાર્ય ક્લાસમાં આવતા ત્યારે તેઓ ડરી જતી હતી. સ્કૂલના પ્રિન્સિપાલે એક છોકરીને કેબિનમાં બોલાવી હતી અને તેના કપડા પર કોમેન્ટ કરી હતી. એટલું જ નહીં, તે અવારનવાર છોકરીઓને પૂછતો હતો કે તમે અંદર શું પહેર્યું છે?
21 ઓગસ્ટના રોજ પ્રિન્સિપાલે સ્કૂલની એક વિદ્યાર્થિનીને પોતાની કેબિનમાં બોલાવી હતી. ત્યાર બાદથી જ છોકરી ખૂબ જ ડરી ગઈ હતી. ઘણું પૂછતાં તેણે પોતાના માતા-પિતાને કહ્યું કે કેબિનમાં રહેલા પ્રિન્સિપાલે શર્ટનું બટન ખોલીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો છે. આ મામલો સામે આવ્યા બાદ વિદ્યાર્થીનીઓએ ગુસ્સે થઈને સ્કૂલના શિક્ષકને ફરિયાદ કરી હતી. જો કે, શિક્ષકે આ બાબતને બહુ ગંભીરતાથી લીધી ન હતી અને આચાર્યએ ફરી આવું કર્યું હોય તો વિદ્યાર્થીઓને ફરિયાદ કરવા જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓએ એવો પણ દાવો કર્યો હતો કે તેમણે પ્રિન્સિપાલની કાર્યવાહી અંગે સ્થાનિક પોલીસને ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે આ મામલે કોઈ ગંભીર કાર્યવાહી કરી ન હતી વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલની ગંદી હરકતો ઉપરાંત સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સીએમને પત્ર લખ્યા બાદ આ મામલે જબરદસ્ત કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી આચાર્યની મંગળવારે પોક્સો સહિતની અન્ય કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, શાળાના આચાર્યએ આ આરોપોને નકારી કાઢ્યા હતા.

error: