અમદાવાદની એક વિદ્યાર્થીનીને સોશિયલ મીડિયાનો ભોગ બની છે. તેને એક વ્યક્તિ સાથે મિત્રતા થઇ હતી. જેમાં વાતચીત દરમિયાન સબંધ આગળ વધ્યો હતો અને વિદ્યાર્થીનીએ યુવકના કહેવા પર તેની સામે તમામ વસ્ત્રો ઉતારી નાખ્યા હતા. આ વેળાએ યુવકે સ્કિન રેકોર્ડિંગ કરીને વીડિયો બનાવી લીધો હતો. બાદમાં રૂપિયા ખંખેરી લેવાની દાનત સાથે વિદ્યાર્થીનીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.
જેને લઈને વિદ્યાર્થીનીના પગ તળેથી જમીન ખસકી ગઈ હતી. એટલું જ નહીં સગીર વિદ્યાર્થીનીએ બદનામીના ડરથી બચવા તેના માતા-પિતાની જાણ બહાર 9 લાખ યુવકને આપી દીધા હતા. બાદમાં સગીરા ખૂબ ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. આથી તેના પિતાને અણગમી ઘટના અંગે જાણ થઈ ગઈ હતી. જેને લઈને તેઓ બેંકમાં દોડી ગયા હતા. જ્યા ઓનલાઇન પૈસા મામલે તપાસ કરતા સમગ્ર ધટના સામે આવી હતી. સ્માર્ટના ફોનના કારણે એક વિદ્યાર્થીને ખરાબ અનુભવ થતાં સમગ્ર મામલો સાયબર ક્રાઇમ પહોંચ્યો હતો. આ ઉપરાંત સગીર વિદ્યાર્થીની પોતાની સાથે ભણતા એક મિત્રને વિડ્યો કોલ કરીને અંગત પળોની વાત કરતા હતા. ત્યારે સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ તે વિડ્યોને જોતા હતા જેની જાણ વિદ્યાર્થીની થતાં ડિપ્રેશન રહેવા લાગી હતી.જેનું મનોચિકિત્સક દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. આ ફક્ત એક કે બે કિસ્સા નથી પરંતુ દરરોજ અનેક વિદ્યાર્થીનિઓ સોશિયલ દુષણનો ભોગ બની રહી છે.
વિધાર્થીનીઓ કોઈપણ સોશિયલ સાઈડ પર અજાણ્યાં લોકો સાથે મિત્રતા કેળવીને પોતાની અંગત માહિતી વિશ્વાસમાં શેર કરે છે. અને ત્યાર બાદ બ્લેકમેઇલ કરવાનું શરૂ થાય છે અને આ પરિસ્થિતિ વિધાર્થીઓ ડિપ્રેશનમાં આવી જાય છે અને આપઘાત કરવાનો અંતિમ નિર્ણય લેતા હોય છે.આવી અનેક ફરિયાદો અમદાવાદ સાયબર ક્રાઇમમાં સામે આવી છે.