Satya Tv News

YouTube player

14મી તારીખે પ્રમુખ,ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે
જિ.પં.પ્રમુખના બંગલા ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ.
નવા પ્રમુખ,ઉપપ્રમુખની વરણી માટે તજવીજ શરૂ
નગરપાલિકાઓમાં પ્રમુખ માટે સ્ત્રી બેઠક

ભરૂચ જિલ્લા પંચાયતમાં 14મી તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજ રોજથી દાવેદારોના સેન્સ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.

ભરૂચમાં એક તરફ ગણેશ ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીને અનુલક્ષી રાજકીય માહોલ ગરમાયો છે. ભરૂચ જિલ્લા પંચાયતમાં 14મી તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજ રોજથી દાવેદારોના સેન્સ લેવાની કાર્યવાહી શરૂ કરાય.ભરૂચ જિલ્લા પંચાયત સહિત ભરૂચ, અંક્લેશ્વર, આમોદ અને જંબુસર નગરપાલિકા તેમજ ભરૂચ, અંક્લેશ્વર, આમોદ, વાગરા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, હાંસોટ અને જંબુસર તાલુકા પંચાયતમાં વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પુરી થવા આવી છે, ત્યારે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે તજવીજ હાથ શરૂ કરી દેવામાં આવી છે.ભરૂચ જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ભાજપનું એકહથ્થુ શાસન છે. 2021માં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ભારતીય ટ્રાયબલ પાર્ટી અને કોંગ્રેસનો એકકો ભૂંસી નાંખ્યો છે.

નગરપાલિકાઓમાં પ્રમુખ માટે સ્ત્રી બેઠક છે, જ્યારે જિલ્લા પંચાયતમાં પ્રમુખની બેઠક સામાન્ય આવી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તાનું સુકાન સંભાળવા માટે મુરતિયાઓ દોડધામ કરી રહયાં છે. મલાઇદાર પદ મેળવવા માટે દાવેદારો અત્યારથી એડીચોટીનું જોર લગાવી રહયાં છે. બીજી તરફ આજે શુક્રવારથી ભાજપના ત્રણ નીરિક્ષકો ભરૂચમાં ધામા નાખશે અને અને દાવેદારોના સેન્સ લેશે. ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખના બંગલા ખાતે સેન્સ લેવાનું શરૂ કરવમાં આવ્યું છે, અને નીરિક્ષકો તરીકે શબ્દશરણ તડવી, લાલસિંહ વડોદરિયા અને અસ્મિતા શિરોયા હાજર રહ્યા હતા.ત્યારે આજ રોજ સેન્સ પ્રક્રિયાની શરૂઆત જંબુસર,આમોદ,ઝઘડિયા અને નેત્રંગ શહેર અને તાલુકાની કરવામાં આવી છે, જ્યારે ભરૂચ અને અંકલેશ્વરની શહેર અને તાલુકાની પ્રક્રિયા આવતી કાલે હાથ ધરવામાં આવનાર છે..આ સેન્સ પ્રક્રિયા દરમ્યાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અતોડરિયા,મહામંત્રી નિરલ પટેલ સહિત ના જિલ્લાના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: