Satya Tv News

2 સપ્ટેમ્બરે આદિત્ય એલ 1 મિશન સાથે પ્રક્ષેપિત કરવામાં આવશે. સૂર્ય મિશનથી સંબંધિત ઉપગ્રહને શનિવારે સવારે 11.50 મિનિટે શ્રીહરિકોટાના અંતરિક્ષ કેન્દ્રના બીજા લોન્ચ પેડ પરથી ઉડાન ભરશે. આદિત્ય એલ 1ને સૂર્ય પરિમંડલના દૂરસ્થ અવલોકન અને પૃથ્વીથી લગભગ 15 લાખ કિમી દૂર એલ1 પર સૌર હવાનું વાસ્તવિક અવલોકન કરવા માટે ડિઝાઈન કર્યું છે.

આદિત્ય એલ1 સાત પોલોડ લઈ જશે, જેમાં ચાર સૂર્યથી પ્રકાશનું નિરીક્ષણ કરશે. આદિત્ય એલ1 મિશનના મુખ્ય પેલોડમાંથી એક, સોલર અલ્ટ્રાવાયલેટ ઈમેઝિંગ ટેલીસ્કોપને વિકસિત કરવા માટે છેલ્લા 10 વર્ષથી લાગેલા વૈજ્ઞાનિક દુર્ગેશ ત્રિપાઠી અને એ.એન. રામપ્રકાશે પીટીઆઈને કહ્યું કે, અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. ત્રિપાઠીએ કહ્યું કે, આ બધુ 2013માં શરુ થયું જ્યારે ઈસરોએ સૂર્યનું અધ્યયન કરવા માટે પોતાના મિશનની ઘોષણા કરી. બાદમાં અમારા સહયોગી એ.એન.રામપ્રકાશ સાથે વાત કરી, જે આઈયૂસીએએમાં પ્રોફેસર પણ છે. અમે પ્રોજેક્ટ પર કામ કરવાનું શરુ કર્યું અને વિવિધ સંસ્થાઓને કેટલાય સહયોગીઓનો સહયોગ માગ્યો.

આદિત્ય એલ 1નું કામ સૂર્યના ક્રોમોસ્ફીયર અને કોરોનાની ગતિકીનું અધ્યયન કરવાની સાથે કોરોનલ હીટિંગ, આંશિક આયનીકૃત પ્લાઝ્માની ભૌતિકી, કોરોનલ માસ ઈઝેક્શનની શરુઆત અને સૌર જ્વાળાઓનું ઊંડાણપૂર્વક અધ્યયની જાણકારી એકઠી કરવાનું છે. તેનાથી વૈજ્ઞાનિકોને સૂર્યના વાતાવરણ અને તેની જટિલ પ્રક્રિયાઓનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવાનો મોકો મળશે.

error: