ગુજરાત રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. એટલુ જ નહીં પરંતુ હવે રાજ્યના દરેક મેટ્રો શહેરમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. જેના પગલે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી રુબ્સ સ્કુલ કેમ્પસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. એપ્લિકેશન દ્વારા તેઓ અકસ્માત, પાર્કિંગ અસુવિધા જેવી સમસ્યાઓનું ગેમ-ચેંજિંગ સોલ્યુશન લાવવા માટે આ પહેલ કરી રહ્યાં છે. સ્કૂલ સંચાલકનું માનવું છે કે શહેરમાં આવો પ્રયાસ કરનાર તેમની શાળા પ્રથમ છે.
શાળાના પ્રિન્સિપાલ એલોન રૂબીન્સ દ્વારા આ શરૂઆત પોતાના વિદ્યાર્થીઓ, સ્ટાફ મેમ્બર્સ અને પેરેન્ટ્સ થકી કરી રહ્યા છે. આ લોન્ચ ઇવેન્ટ સમયે મુખ્યમહેમાન તરીકે અમદાવાદ શહેરના ટ્રાફિક ડીસીપી સફિન હસન ઉપસ્થિત રહ્યાં હતા. શાળાના પ્રિન્સિપલનું માનીએ તો તેમને ઘર અને શાળા પાસે પાર્કિંગની સમસ્યા નડતી હતી. તેમજ ત્યાં વાહન હટાવવા ચાલકને શોધવામાં હાલાકી પડતી હતી. જે સમય દૂર કરવા વિચાર આવ્યો અને કંપની સાથે મળી શાળા માં Qr કોડ સ્ટીકર સિસ્ટમ લાગુ કરી. જેથી પાર્કિંગ સમસ્યા ન રહે અને આ સાથે વાહન ચાલકની ઓળખ થઈ શકે.
આ સ્ટીકર માત્ર અકસ્માત સમયે સ્વજનોને તાત્કાલિક સંદેશ નહીં મોકલશે. આ સ્ટીકરની સૌથી ખાસ વાત એ છે કે તેને સાયકલથી લઈને ટ્રક સુધી કોઈપણ વાહન પર લગાવી શકાય છે. કોઈપણ ઈમરજન્સીમાં કોઈ પણ મદદગાર વ્યક્તિ કે પોલીસ તેમના મોબાઈલમાંથી સ્માર્ટ સ્ટિકરમાં સ્કેન કરશે. તે પછી મોબાઈલ સ્ક્રીન પર વાહન નંબર, બ્લડ ગ્રૂપ, કોલ નાઉ, ટેક્સ્ટ મેસેજ અથવા ઈમરજન્સી કોલનો વિકલ્પ દેખાશે.
આ દરમિયાન હેલ્પર કોલ અથવા મેસેજ દ્વારા પરિવારને જાણ કરી શકે છે. સાથે જ બ્લડ ગ્રૂપ પણ અંદર એડ કરી શકાશે. જેનાથી ચાલકનું બ્લડ ગ્રૂપ જાણી તેની પણ ત્વરિત મદદ કરી શકાશે. એટલું જ નહીં, જો તમારું વાહન નો પાર્કિંગ સ્પોટ પર પાર્ક કરેલું હોય તો આ સ્ટીકર સ્કેન કરી શકાય છે. અને વાહનના માલિકને ફોન કરીને તરત જ જાણ કરી શકાય છે. તેથી આ એપ્લિકેશન મારફતે સ્કૂલના વિદ્યાર્થીઓથી લઈને તેમના માતા-પિતા દરેકની ચિંતા ઘણી ઓછી થઈ જાય છે. આ સિવાય સગા વહાલાં, મિત્રો કે સંબંધીઓની સંખ્યા પણ તેમાં ઉમેરી શકાશે. આમાં ટોલ ફ્રી નંબર કોલર અને રીસીવર બંનેની સ્ક્રીન પર દેખાશે. જેથી ગોપનીયતા પણ જળવાઈ રહેશે.