Satya Tv News

ડભોઇ નીલકંઠ સોસાયટીમાં રહેતો 14 વર્ષે યુવક સવારે સાયકલ લઈને ટ્યુશન ક્લાસ જવા નીકળ્યો હતો, જે પરત ઘરે નહીં આવતા માતા-પિતાએ ટ્યુશન ક્લાસમાં તપાસ કરતા ટ્યુશન ક્લાસમાં આવેલ ન હોવાનું જણાવ્યું હતું જેથી ડભોઇ પોલીસને જાણ કરતા પોલીસી સીસી ટીવી કૂર્ટેજ આધારે ગણતરી કલાકોમાં સોધી નાખી તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.

ડભોઇ પોલીસ માથી મળતી વિગતો અનુસાર નીલકંઠ પાર્ક સોસાયટીમાં રહેતા ભાસ્કર રમેશ પટેલનો પુત્ર હર્ષ 14 જે સવારના સમય 8:00 વાગે ક્રિષ્ના ટ્યુશન ક્લાસમાં સાયકલ લઈને જવા નીકળ્યો હતો, સમયસર ઘરે નહીં આવતા માતા-પિતાએ તપાસ કરતા ટ્યુશન ક્લાસના સંચાલકે જણાવ્યું કે આપનો દીકરો આજે ટ્યુશન ક્લાસમાં આવેલ નથી ,જેથી માતા-પિતા તમામ સગા સંબંધી મિત્રોને પાસે તપાસ કરાવતા મળી આવેલો ન હોય જેથી ડભોઇ પોલીસના અંગે જાણ કરતા ગુમ થયેલા બાળકને સીસીટીવી ફૂટેજ ના આધારે ગણતરીના કલાકોમાં જ પોલીસે શોધી કાઢી તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો .ભાસ્કર પોલીસનો આ તબક્કે આભાર માન્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: