ભરૂચ કસક નાળામાં બસ ફસાય
ખાનગી બસ નાળામાં ફસાય જતા ટ્રાફીકજામ
ટ્રાફિકજામ થતા વાહન ચાલકો અટવાયા
ભરૂચનામાં સવારના સમયે એક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ કસક નાળામાં ફસાય જતા ટ્રાફીકજામની સ્થિતિ સર્જાય હતી.
ભરૂચના કસક ગળનાળા વિસ્તારમાં આજે સવારના સમયે એક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ કસકથી સ્ટેશન તરફ આવતી હોય જે નાળાની અંદર જ વચ્ચે ફસાઈ જતા કસક ગળનાળા વિસ્તારમાં બંને તરફનું ટ્રાફિક અવરોધાયું હતું.જે બાદ કસકથી સ્ટેશનને જોડતા માર્ગ પર વાહનોની લાંબી ક્યારો લાગી હતી, બસ અધ વચ્ચે જ ફસાઈ રહેતા વાહનો લઈ પશ્ચિમથી પૂર્વ તરફ જતા અનેક નોકરિયાત વર્ગનો સમય ટ્રાફિક જામના કારણે વેડફાયો હતો, જોકે ભારે જહેમત બાદ લક્ઝરી બસના ચાલકે બસને રિટર્ન કરી હતી, જે બાદ વાહન વ્યવહાર રાબેતા મુજબ બન્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ