નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના એક ગામ થી થર્ડ પાર્ટી દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જણાવેલ કે તેમની ૮ વર્ષની દીકરી સાથે બળાત્કાર થયા હોવાની ફરિયાદ જણાવતા રાજપીપલા અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ને યોગ્ય મદદ પૂરી પાડી હતી.
મળતી માહીતી મુજબ જાણવા મળેલ કે આશરે પાંચેક વાગ્યા ની આસપાસ ભોગ બનેલ બાળકીની માતા ઘરના કામો કરતી હતી, તે સમયે તે બાળકી ઘરની બહાર રમતી હતી, ત્યાંથી આજુ બાજુ કોઈ વ્યક્તિ હતું નહિ, જેથી એકાંતનો લાભ ઉઠાવી હવસખોર જબરદસ્તીથી હાથ પકડી નાવનીયામાં ખેંચી લઈ જઈ શારીરિક અડપલાં કરી બળાત્કાર કર્યો હતો. આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તે માટે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા દેડિયાપાડા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને બાળકીને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ૧૦૮ ની ટીમ ને કોલ કરી હોસ્પિટલ જવા માટે રવાના કરેલ, આથી ફરી એક વાર અભયમ ટીમે તેમના પરિવારજનો ને સલાહ સૂચનો તેમજ સાંત્વના આપી યોગ્ય ન્યાય મળે તેમને મદદરૂપ બની સરાહનીય કામગીરી કરી હતી.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા