Satya Tv News

14 શાળાઓના 100 વિદ્યાર્થોઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

ગ્રાસીમ કંપનીએ બાળ વિજ્ઞાન મેળા માં સહયોગ આપતા બાળ વિજ્ઞાનીઓનું મનોબળ વધ્યુ

વાગરા,તા.૩

ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ,વિલાયત ના CSR વિભાગ અને CRC ક્લસ્ટર,ત્રાલાસા તેમજ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે “બાળ વિજ્ઞાન મેળા” નું આયોજન કરવામાં આવ્યુ હતુ.પ્રાથમિક શાળા ત્રાલાસા ખાતે યોજાયેલ બાળ વિજ્ઞાન મેળામાં ૧૨ ગામોની ૧૪ શાળાઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.પાંચ જેટલા વિવિધ વિભાગો રાખવામાં આવ્યા જેમાં ખેતી,આરોગ્ય,પરિવહન,ગણિત અને કોમ્પ્યુટર જેવા વિષયોનો સમાવેશ કરાયો હતો.૧૪ શાળા ના ૧૦૦ બાળ વિજ્ઞાનીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી અને સુંદર રીતે આવનાર વિદ્યાર્થીઓ અને વિસ્તૃત સમજ આપી હતી..બાળ વિજ્ઞાનિકો ની સમજાવવાની છતાં જોઈ હાજર જનો અભિભૂત થઈ ગયા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લી,વિલાયત દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.આ તબક્કે કંપનીના પ્રતિનિધિ અવિનાશકુમાર અને હેમરાજ પટેલ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.જ્યારે એપોક્ષી ડિવિઝનના રાકેશ ચોકસી – યુનિટ હેડ,અતુલ સાહુ – એચઆર વિભાગના વડાના પ્રેરક માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને વેગ આપવામાં આવ્યો હતો.શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ એ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કરી આગળ વધવાની પ્રેરણા આપી હતી.તેમજ ક્લસ્ટર કોઓર્ડિનેટર દેવાભાઈ દ્વારા બાળ વિજ્ઞાન મેળા નું સફળ આયોજન કર્યું હતુ.તેમણે આયોજન માં સહકાર આપવા બદલ ગ્રાસીમ કંપની નો આભાર વ્યક્ત કર્યો હતો.

ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: