રાજ્યમાં પૂર્વ મંજૂરી મેળવ્યા વિના લાઉડ સ્પીકરના થતા ઉપયોગ સામે રાજ્ય સરકાર હવે કાર્યવાહી કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે, લાઉડ સ્પીકરના ઉપયોગ અંગેના નિયમો ધાર્મિક સ્થાનોને પણ સરખી રીતે જ લાગુ પડશે. સ્થાનિકોને અગવડ પડે તે રીતના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર અંકુશ મુકાશે. લગ્ન પ્રસંગ, રાજકીય મેળાવડા સહિતના ઉત્સર કે ધાર્મિક રેલી પ્રસંગોમાં ડીજે ટ્રક, મોટા લાઉડસ્પીકર કોઈ પણ જાતના નિતિ નિયમો વગર રાજ્યભરમાં ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ગંભીર રીતે ફેલાઈ રહ્યું છે. જેનાથી નાગરિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. તેમજ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મ્યુઝિક સિસ્ટમને કારણે બાળકો, વયોવૃદ્ધને ભારે તકલીફ ભોગવવી પડે છે. ત્યારે જે સમગ્ર બાબતને લઈ હવે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે.