જવાનની રિલીઝ પહેલા શાહરૂખ ખાન તેની પુત્રી સુહાના ખાન અને ફિલ્મની લીડ એક્ટ્રેસ નયનતારા સાથે તિરુપતિ મંદિરે પહોંચ્યો હતો. જ્યાં તેણે શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી અને પોતાની ફિલ્મ માટે પ્રાર્થના પણ કરી હતી. આ દરમિયાનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. શ્રી વેંકટેશ્વર મંદિરના દર્શન દરમિયાન શાહરૂખ ખાન અને સુહાના સફેદ રંગમાં જોવા મળ્યા હતા. જોકે શાહરૂખ સફેદ કુર્તા-પાયજામામાં ભાગ્યે જ કોઈવાર જોવા મળે છે.
શાહરૂખ અને સુહાના સાથે નયનતારા પણ હાજર હતી. અભિનેત્રી પીળા સૂટમાં જોવા મળી હતી. શાહરૂખ પોતાની દીકરીનો હાથ પકડીને મંદિરમાંથી બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. પિતા-પુત્રીની આ જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તમને જણાવી દઈએ કે, જવાનની રિલિઝને હવે માત્ર એક જ દિવસ બાકી છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પઠાણ પછી હવે દરેક વ્યક્તિ શાહરૂખ ખાનને જવાનમાં બળવો કરતા જોવા માંગે છે. સાથે જ શાહરૂખની ગર્લ ગેંગ પણ ચર્ચાનો હિસ્સો બની રહે છે.