Satya Tv News

ભારતના ચંદ્રયાન-3 મિશનની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતર્યા બાદ, ચંદ્રયાન-3એ તેનું કામ પુરુ કરી લીધું છે. હાલમાં ચંદ્રમા પર રાત છે અને લેન્ડર અને રોવર સ્લીપ મોડમાં ગયા છે. આ દરમિયાન નાસાએ લેન્ડરની એક નવી તસવીર શેર કરી છે. 23 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રના સાઉથ પોલ પર ઉતર્યું હતું, તેના ચાર દિવસ એટલે 27 ઓગસ્ટના રોજ નાસાએ ચંદ્રયાનની તસવીર ઝડપી હતી જેને આજે તેના દ્વારા શેર કરવામાં આવી છે. અ મેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પણ એક ખાસ તસવીર શેર કરી છે. તે જગ્યાની તસવીર શેર કરી છે. આ ફોટો ચંદ્ર પર ઐતિહાસિક ઉતરાણના ચાર દિવસ બાદ 27 ઓગસ્ટે ચંદ્રની પરિક્રમા કરી રહેલા નાસાના લુનર રિકોનિસન્સ ઓર્બિટર (LRO) દ્વારા લેવામાં આવ્યો હતો. વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર ઉતર્યું હતું. ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક ઉતરાણ કરનાર પ્રથમ અવકાશયાન છે.

error: