Satya Tv News

જરાતમાં વરસાદના અમીછાંટણા વચ્ચે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી. જન્માષ્ટમીના તહેવારને લઈ રાત્રે 12 કલાકે તમામ મંદિરના કપાટ ભક્તો માટે ખોલી દેવાયા હતા. આ દરમિયાન દ્વારકાધીશ મંદિરમાં હજારો ભક્તોએ કૃષ્ણજન્મને જયઘોષ સાથે વધાવ્યો તો બીજી બાજુ શામળાજી અને ડાકોરમાં પણ ભગવાન શ્રીકૃષ્ણની આરતી કરી નવા વાઘા પહેરાવવામાં આવ્યા. તમામ કૃષ્ણમંદિરોને મઘમઘતા ફુલોની સજાવવામાં આવ્યા હતા. શામળાજી, દ્વારકાધીશ અને ડાકોર મંદિરમાં મધરાત સુધી ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા રખાયા હતા. ગુજરાતના ખુણે ખુણેથી મધરાતે કૃષ્ણ ભગવાનના ભક્તિરસમાં ભક્તો તરબોળ થયા હતા.

દેશભરમાં લાખો ભક્તો સાથે રાજનેતાઓ પણ કૃષ્ણજન્મને વધાવવા માટે અલગ અલગ મંદિરમાં ભગવાનના દ્વારે પહોંચ્યા હતા. અમદાવાદના ઇસ્કોન મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાન્હાના દર્શન કરવા આવી પહોંચ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઇસ્કોન મંદિરમાં પુજા કરી હતી.

શ્રી કૃષ્ણની જન્મજયંતિ નિમિત્તે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દિલ્હીના ઈસ્કોન મંદિરમાં પ્રાર્થના કરવામાં આવી હતી. વૃદાવનમાં પણ દેશભરમાંથી ભક્તો વૃદાંવન ધામમાં ઉમટ્યા હતા. વૃદાંવનમાં કૃષ્ણ ભગવાન પર દૂધના અભિષેક સાથે જન્માષ્ટમીની ઉજવણી કરાઇ. રાત્રે કૃષ્ણજન્મના વધામણા કરવા ભક્તો મંદિર પરિસરમાં ઝુમી ઉઠ્યા હતા. તમામ મંદિરોની બહાર રાસ રમીને ભક્તોએ ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઉત્સાહપુર્વક ઉજવણી કરી હતી.

error: