Satya Tv News

હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં વરસાદની શક્યતા છે. આ સાથે નર્મદા, સુરત, તાપી અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાનની આગાહી મુજબ ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. ચાર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને આણંદમાં વરસાદની આગાહી છે.

error: