એક તરફ ગુજરાતમાં જન્માષ્ટમીની જોરશોરથી ઉજવણી કરવામાં આવી છે. જો કે બીજી તરફ આ ઉજવણી વચ્ચે રાજ્યમાં અલગ અલગ ચાર સ્થળોએ ડૂબી જવાની ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજ્યમાં ડૂબી જવાથી મોતની અલગ અલગ 4 ઘટનાઓ સામે આવી છે. છોટાઉદેપુરમાં ન્હાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.
છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના ભેખડીયા ગામે બે બાળકોનું ડૂબવાથી મોત થયું હોવાની ઘટના બની હતી. જેમાં બાળકોના વાલીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. જ્યાં સુધી છાત્રાલયના સંચાલકો જવાબ નહીં આપે ત્યાં સુધી વાલીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ડૂબવાથી મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓ આદિવાસી દુર્ગમ ટ્રસ્ટ સંચાલિત છાત્રાલયમાં અભ્યાસ કરતા હતા.
તો આ તરફ જૂનાગઢના હસનાપુર ડેમમાંથી કર્મચારીનો મૃતદેહ મળ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે ડેમમાં ડૂબી જવાથી પાણી શાખાના કર્મચારીનું મૃત્યુ થયું. તો મહેસાણાના વલાસણામાં સાબરમતી નદીમાં 4 યુવકે ડૂબ્યા હતા. જેમાંથી 3ના મોત નિપજ્યા,જ્યારે એકને બચાવી લેવાયો. તો વડોદરાના છાણી કેનાલમાં કિશોરનું ડૂબી જતા મોત નિપજ્યું. આમ ડૂબી જવાની 4 ઘટનાઓમાં 7 લોકોએ જીવ ગુમાવ્યો.