BTP & BTTS દ્વારા આવેદનપત્ર પાઠવાયું
શિક્ષકોની ભરતી કરવા મુદ્દે મા.ને આવેદનપત્ર
B.એડના ઉમેદવારોમાં નારાજગી સાથે વિરોધ
ભરૂચ જિલ્લા બી.ટી.પી.અને બી.ટી.ટી.એસ. દ્વારા ટેટ,ટાટ પરીક્ષામાં પાસ શિક્ષકોને જ્ઞાન સહાયક અને કરાર આધારિત શિક્ષકોની જ્ગ્યાએ કાયમી ભરતી કરવા મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવાયું
વાલિયા મામલતદાર કચેરી ખાતે ભરૂચ જિલ્લા બી.ટી.પી.અને બી.ટી.ટી.એસ. રૂપેશ વસાવા,સંદિપ વસાવા તેમજ ચંપક વસાવા સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર નજીકના ભવિષ્યમાં કોન્ટ્રાક્ટ આધારિત શિક્ષકોની ભરતી અને કરાર આધારિત શિક્ષકોની ભરતી કરે તેવી શક્યતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.ઉપરાંત આ વ્યવસ્થાથી તમામ ટેટ,ટાટ પરીક્ષા પાસ ઉમેદવારો સાથે બી.એડના ઉમેદવારોમાં નારાજગી સાથે સખ્ત વિરોધ નોંધાવ્યો છે ,અને પ્રવાસી શિક્ષકની નીતિ રદ્દ કરી શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા