ભરૂચ જિલ્લામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
ભોઈ સમાજ યુવાનો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ
દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુએ કાર્યક્રમનો લીધો લાહાવો
ભરૂચના ઘોઘારાવ મહારાજ મંદિર ખાતે ભોઈ સમાજ યુવાનો દ્વારા ભવ્ય મટકી ફોડનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ શ્રાવણ માસની આઠમના દિવસે ઉજવવામાં આવે છે. મથુરામાં જન્મેલા ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસને સમગ્ર દેશમાં ખુબ ધૂમ ધામથી ઉજવવામાં આવે છે. ભક્તો આખું વર્ષ જન્માષ્ટમીની રાહ જુવે છે. આ દિવસે વ્રત રાખવામાં આવે છે અને રાત્રીના સમયે શ્રી કૃષ્ણનો જન્મદિવસ ઉજવવામાં આવે છે.ભરૂચ ના ઘોઘારાવ મહારાજ મંદિર ખાતે ભોઈ સમાજ યુવાનો દ્વારા ભવ્ય મટકી ફોડનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં મેઘરાજાના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુએ મટકી ફોડના કાર્યક્રમનો લાહાવો લીધો હતો.મટકી ફોડતા ની સાથે જ નંદ ઘેરો આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ