Satya Tv News

YouTube player

સુરતમાં જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર ઉજવણી
નાના ભૂલકાઓએ શ્રી કૃષ્ણની જાંખીઓ કરી તૈયાર
વડીલોનું માર્ગદર્શન મેળવી ગોકુળ ગામ બનાવ્યું

કૃષ્ણ જન્મ ઉત્સવ એટલે કે જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે,તેવામા સુરત કામરેજ તાલુકામા નાના ભૂલકાઓ દ્વારા ગોકુળ ગામ બનાવવામાં આવ્યું છે..જેમાં ભગવાન કૃષ્ણ હતા ત્યારે કઈ પ્રકારનું ગામ હશે, તેની જાંખી કરાવતી કૃતિ બાળકો દ્વારા બનાવાઈ હતી..હાલ આ ગોકુળ ગામ સમગ્ર પંથક મા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

જન્માષ્ટમી કૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુના આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તેવામા નંદલાલને વધાવવા માટે સૌ કોઈ આતુર હતા. તેવામા સુર ના કામરેજ તાલુકાના નવાગામ વિસ્તારમાં આવેલ શાલિગ્રામ ફ્લોરા સોસાયટીમાં દર વર્ષે જન્માષ્ટમીની વિશેષ ઉજવણી થાય છે. સોસાયટીના નાના ભૂલકાઓ દ્વારા વડીલોનું માર્ગદર્શન મેળવી ગોકુળ ગામ બનાવ્યું છે.. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં હશે ત્યારે કઈ પ્રકારનું ગામ હશે અને કઈ પ્રકારનો માહોલ હશે તે પ્રકારની પ્રતિકૃતિ સોસાયટીના બાળકો એ તૈયાર કરી છે .આ કૃતિ આસપાસના વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી..ગોકુળ ગામમા મકાન ,ગૌશાળા ,ભગવાંનનું મંદિર ત્યાંના લોકો સહિતની પ્રતિકૃતિ તૈયાર કરાતા આસપાસના સૌ લોકો મોટી સંખ્યા માં દર્શન કરવા ઉમટી પડ્યા હતા .

કૃષ્ણએ વિષ્ણુ અવતાર છે. તેઓ વસુદેવ અને દેવકીનાં પુત્ર છે. શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રીએ મથુરાનાં કારાગૃહમાં જન્મ થયો હતો અને પછી કંસથી બચાવવા તુરંત તેમના પિતા તેમને યમુના નદી પાર કરી ગોકુળમાં નંદરાય અને યશોદાને ત્યાં મુકી આવ્યા હતા અને વિશ્વભરમાં જન્માષ્ટમી પર્વ ની ઉજવણી ની શરુઆત થઈ હતી .

રાત દિવસ મહેનત કરી આ કૃતિઓ બનાવનાર દિવ્યેશએ જણાવ્યું હતું કે અને સોસાયટીના બાળકો એ ભેગા થઈ ને ગોકુળિયું ગામ બનાવ્યું હતું.લોકોને ખ્યાલ આવે કે ગોકલિયું ગામ કેવું હશે અને તેઓ વિશે માહિતી મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.અમારું આ આયોજન સૌ કોઈને ગમ્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ પરેશ પ્રજાપતિ સાથે સત્યા ટીવી સુરત

error: