Satya Tv News

YouTube player

ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટર સામે બળાત્કારની ફરિયાદ
પરણિત મહિલાએ ડો.વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
ડો.ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

ડભોઇ તાલુકામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સારવાર આપનાર તબીબે લાચાર મહિલાને ઘરે બોલાવી હતી,અને લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધો કેળવી તરછોડી દેતા ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે.

ડભોઇ તાલુકાના નજીકના ગામમાં રહેતી બે સંતાનો ધરાવતી મહિલાએ પતિ લકવાગ્રસ્ત હોવાથી કસરતની સારવાર માટે રાધે કોમ્પલેક્ષેમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે દવાખાનુ ચલાવતા ડોક્ટર શિવાંગ મધુસુદન મોદીનો સંપર્ક કર્યો હતો. ડોક્ટરે મહિલાને ઘરે પતિની સારવાર માટે બોલાવતા છેલ્લા દોઢ વર્ષથી મહિલા સાથે વિશ્વાસમાં લઈ બે સંતાનોની માતા સાથે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બનાવ્યા હતા, ત્યારબાદ મહિલાને તરછોડી દેતા લાચાર મહિલાએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરોધ ફરિયાદ કરતા પોલીસે મહિલાની ફરિયાદ આધારે ગુનો દાખલ કરી ડોક્ટરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: