Satya Tv News

YouTube player

ઝઘડિયાના ભાલોદ ગામેથી મહાકાય મગર ઝડપાયો
સ્થાનિકોમાં મગરને કારણે ભયનો માહોલ જોવા મળ્યો
વન વિભાગ,જીવદયા પ્રેમીઓ દ્વારા રેસ્કયુ કરાયું
વન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત સ્થળે છોડાશે

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નમઁદા નદીના કિનારે આવેલ ભાલોદ ગામે રાત્રીનાં સમયે રહેણાંક વિસ્તારમાં એકાએક મગર ધસી આવતાં લોકો ભયભીત થયાં હતાં.

ઘણા સમયથી નમઁદા નદીમાં મગર જેવા પ્રજાતિઓની દિવસે દિવસે વધતી સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.નદી કિનારે આવેલ ગામોનાં વિસ્તારમાં ઘણી વખત મગરો ટહેલતા જોવા મળતાં હોય છે. જેવી લોકો દ્વારા ચર્ચા સાભળવા મળી છે. આ બાબતે વન વિભાગ દ્વારા કિનારા વિસ્તારમાં મગર બાબતે સાવધાનીના બેનર પણ મુકવામાં આવ્યા છે. પરંતુ નમઁદા નદીમાં મગરની પ્રજાતિમાં વધારો થવાનાં કારણે ઘણીવાર ખોરાક માટે નદી કિનારે આવેલ રહેણાંક વિસ્તારોમાં ધસી આવતાં હોય છે.તેજ પ્રમાણે ગઈકાલે રાત્રેનાં સમયે ભાલોદ ખાતે રહેણાંક વિસ્તારમાં મગર દેખા દેતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. આ ઘટના બાબતે ભાલોદના સ્થાનિક લોકો દ્વારા ઝઘડીયા વનવિભાગનાં અધિકારી મીના પરમારને જાણ કરતા રેસ્ક્યુ ટીમ અને તેમના સ્ટાફ સાથે ભાલોદ ખાતે પોહચી મગરને રેસ્ક્યુ કરવા માટે જહેમતભરી કામગીરી ઉઠાવી મગરનુ રેસ્ક્યુ કરી પાંજરે પુરી સુરક્ષીત જગ્યાએ છોડવાની તજવીજ હાથ ધરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા

error: