Satya Tv News

YouTube player

નિરંજન વસાવા આજે ગુરુમુખી એજન્સીની મુલાકાતે
આદિવાસી વિકાસ એજન્સી દ્વારા વિવિધ યોજના
સ્થાનિકોને રોજગાર મળે તે માટે કરોડોની ગાન્ડ ફાળવાઈ
તમામ પ્રોજેક્ટને ખુલ્લો પાડવાની ચીમકી ઉચ્ચારી

તિલકવાડા સ્થિત ગુરુમુખી એજન્સીની મુલાકાત લેતા સ્થાનિક આદિવાસી લોકોના બદલે બહારના લોકોને રોજગારી આપવામાં આવતી હોવાનો આમ આદમી પાર્ટી પ્રમુખ નિરંજન વસાવાએ લગાવ્યો આક્ષેપ

તિલકવાડા નજીક ગણસીદા રોડ ખાતે ગુરુમુખી આદિવાસી વિકાસ એજન્સી દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ દ્વારા અગરબત્તી બનાવટ / બમ્બુ હેન્ડ ક્રાફટ જેવી વિવિધ વસ્તુઓ બનાવવા માટે પ્લાન્ટ ચલાવવામાં આવે છે, જેથી કરીને સ્થાનિક આદિવાસી લોકોને રોજગારી મળી રહે આ એજન્સીની મુલાકાતે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા આવી પહોંચ્યા હતા.

તિલકવાડા ખાતે સ્થાનિક ગરીબ લોકોની વારંવાર રજૂઆતને જોતા આજ રોજ સ્થળની મુલાકાત લીધી. અહીંયા માટી કામ યોજના અંતર્ગત ટ્રાબલ વિસ્તારમાં બમ્બુ હેન્ડ ક્રાફ્ટ કલ્ચર યોજના દ્વારા ગુરુમુખી એજન્સી ખાતે વિવિધ વસ્તુઓ બનાવી સ્થાનીક આદિવાસી લોકોને રોજગાર મળી રહે તે માટે સરકાર તરફથી કરોડો રૂપિયાની ગાન્ડ ફાળવવામાં આવે છે, પરંતુ અહીંયા સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવતી નથી .તેના સ્થાને આણંદ જિલ્લાના લોકો અહી કામ કરતા જોવા મળ્યા હતા. અને અમને જોઈ તેઓને અહીંયાથી હટાવી દેવામાં આવ્યા હતા. વર્મી કમ્પોઝ યોજના કાજુ મશીન યોજના જેવી ઘણી યોજનાઓ માત્ર કાગળ પર બતાવી સરકારના કરોડો ચાઉ કરી દેવામાં આવે છે. આ યોજના તિલકવાડા ખાતે ગુરુમુખી આદિવાસી વિકાસ એજન્સી દ્વારા ચલાવવામાં આવી રહી છે, અને ઘણા રાજકીય આગેવાનોની ઓરખ લઈને સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટનો દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જો આ બાબતે સ્થાનિક લોકોને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં આવા તમામ પ્રોજેક્ટને ખુલ્લો પાડવાની ચીમકી નિરંજન વસાવાએ ઉચ્ચારી હતી.

વિડીયો જર્નાલિસ્ટ વસિમ મેમણ સાથે સત્યા ટીવી તિલકવાડા

error: