Satya Tv News

YouTube player

શ્રીકૃષ્ણના 5250 માં જન્મદિનની ઉજવણી
સમગ્ર શહેર કૃષ્ણ ભક્તિમાં બન્યું લીન
ભક્તોએ લાલજીને શણગારી પારણે ઝુલાવ્યા
ભાવિ ભક્તોએ મહાઆરતીના દર્શનનો લીધો લાભ 

અખિલ બ્રહ્માંડ નાયક રાજાધિરાજ ભગવાન શ્રીકૃષ્ણના 5250 માં જન્મદિનની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ભાવિક ભક્તો સવારથી જ કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા.

જંબુસર શહેરના રામજી મંદિર, વૈષ્ણવ મંદિર,મુરલીધર મંદિર, કૃષ્ણ મંદિર,સાઈ મંદિર,સ્વામિનારાયણ મંદિર, મઢી સહિતના મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સાથે કનૈયાના જન્મના વધામણા લેવામાં આવ્યા. આ સહિત મટકી ફોડના કાર્યક્રમોમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ ગુંજતા હતા. સમગ્ર શહેર કૃષ્ણ ભક્તિમાં લીન બન્યું હતું.ભગવાન શ્રીકૃષ્ણના જન્મને લઈને ભક્તોમાં અનેરો આનંદ છવાયેલો હતો. ભાવિક ભક્તોએ પણ પોતાના ઘર મંદિરો શણગારી લાલાને પારણે ઝુલાવ્યા હતા.અને હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ની ગુંજ જોવા મળી ઠેરઠેર મહા આરતી શોભાયાત્રા ભજન કીર્તન રાસ ગરબા થકી ભક્તિરસમાં જુમી ઉઠી કૃષ્ણ ભક્તિ અદા કરી હતી. જંબુસર શહેરના રામજી મંદિર ખાતે શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ ધર્મેશ પટેલ,મનન પટેલ વિશાલ પટેલ,રાજુ , વિરેન શાહ સહિત ભાઈ બહેનો મોટી સંખ્યામાં પધારી મહા આરતી દર્શનનો લાભ લીધો હતો.

વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: