Satya Tv News

તાજેતરમાં કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે VIP દર્શનને લઈ આક્ષેપ કર્યા હતા. જોકે આ આક્ષેપનો વિડીયો જાહેર થયા બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું. જેને લઈ હવે અંબાજી મંદિરમાં VIP દર્શન બંધ કરવામાં આવ્યા છે. યાત્રાધામ અંબાજીમાં વર્ષેદહાડે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા હોય છે. જોકે તાજેતરમાં જ VIP દર્શનને લઈ અગાઉ કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યા હતા. જેમાં કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે રૂ.5 હજાર લઈ VIP દર્શનના આક્ષેપ કર્યા હતા. જેને લઈ હવે મંદિરમાં દાન રૂપે પાવતી લઈ થતા VIP દર્શન બંધ કરાયા છે.

error: