Satya Tv News

અમદાવાદમાં TRB જવાન વાહનચાલકો પાસેથી પૈસાનો તોડ કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જે વિડીયોમાં TRB જવાન વાહન ચાલક પાસેથી 2000થી 2500નો દંડ આપવાનું કહી 200 રૂપિયાનો તોડ કરતો હોવાનું દેખાઈ રહ્યું હતુ. જો કે, તોડ કરતા TRB જવાન સામે કાર્યવાહી કરાઈ છે. VTVના અહેવાલ બાદ 2 TRB જવાનને ફરજ મુક્ત કરાયા છે.

માનદ સેવા દરમિયાન શિસ્ત વિરુદ્ધનું કૃત્ય કરવા મામલે બંન્ને તોડ બાજ TRB જવાન વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ભદ્ર કોર્ટથી વિક્ટોરિયા ગાર્ડન નજીક TRB જવાનોએ તોડ કર્યો હતો. વાહન ચાલકને 2 હજારનો દંડ આપવાનું કહીને 200 રૂપિયા ખંખેર્યા હોવાનું સામે આવ્યું હતું. વાયરલ વીડિયોના આધારે TRB જવાનને ફરજ મુક્ત કરાયા છે.

error: