હનુમાનજીને લઈ સાળંગપુર મંદિર ખાતે લગાવવામાં આવેલ ભીંત ચિત્રોનો વિવાદ માંડ શાંત પડ્યો છે. ત્યારે હવે બીજો નવો વિવાદ ઉભો થવા પામ્યો છે.
ઈસ્કોન મંદિરનાં મુરલી મનોહરદાસજીએ જણાવ્યું હતું કે, પાંચ હજાર વર્ષ પહેલા ભારત વર્ષ આખું અખંડ હતું. જે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, લોસ એન્જેલેસ એવી રીતે ખંડિત થઈ ગયું ભારત. ત્યારે હરે કૃષ્ણ મંત્ર જે છે એ ફરી આખા ભારતને અખંડ બનાવશે એવો અમારો પ્રયાસ છે. ભગવાન તો એક જ છે શ્રી કૃષ્ણ બાકી બધા ભગવાનનાં અંશ છે અથવા તો ભગવાનનાં અવતાર છે. સનાતન ધર્મ બાબતે તેઓએ જણાવ્યું હતું કે હનુમાનજી ભગવાન શ્રી રામનાં દાસ છે. ત્યારે ચૈતન્ય ચરિતામૃતમાં એક સુંદર ઉદાહરણ છે. ચૈતન્ય મહાપ્રભુ પણ કહે છે કે, તમે રામની જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણનું નામ લો, જે બાદ હનુમાનજીએ કહેલ કે હું એ નામ નથી લઈ શકતો.