Satya Tv News

વડોદરામાં કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન યુવકો ભાન ભૂલ્યા છે. જોખમી રીતે ફટાકડા ફોડતા લોકોમાં ભય ફેલાયો હતો. હાથમાં ફટાકડા લઇ દોડતા યુવકથી લોકોમાં ફફડી ઉઠ્યા હતાં. જોખમી રીતે ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. યુવાનની હરકતથી વિસ્તારમાં આગ લાગવાની પણ શક્યતા હતી.

સુરતમાં જન્માષ્ટમીના કાર્યક્રમમાં સ્ટંટ કરતા સમયે યુવાન દાઝી ગયો હતો. યુવાને મોઢામાં જ્વલનશીલ પ્રવાહી નાખીને આગ ઓકતાં આગની જ્વાળા મોઢા પર લાગી હતી. જો કે સદનસીબે યુવાનને કોઇ ગંભીર ઇજા થઇ ન હતી. અનેક વખત ઉજવણીના આવેશમાં અતિરેક કરતાં યુવાનો મોટા અકસ્માત નોતરી દેતાં હોય છે. તેવામાં સંયમ રાખી અન્યો માટે જોખમ ન સર્જાય તે રીતે ઉજવણી કરવાની આવા યુવાનોને લોકોએ ટકોર કરવામાં આવી હતી.

error: