Skip to main content

Satya Tv News

અંકલેશ્વર પાલિકા સભાખંડમાં સામાન્ય સભા યોજાય

પાલિકા પ્રમુખના નેજા હેઠળ અંતિમ સભા યોજાય

વોર્ડ નંબર 6ના મહિલા સભ્યએ અધિકારીઓ સામે બળાપો કાઢ્યો

અધિકારીઓ સભ્યોએ કામ નથી કરતા જાહેર સભામાં આપ્યું નિવેદન

વિપક્ષ દ્વારા ઓછા વિરોધ વચ્ચે પ્રમુખની કામગીરીને નકારી

YouTube player

અંકલેશ્વર નગર પાલિકા પ્રમુખના અઢી વર્ષની ટર્મની અંતિમ સામાન્ય સભામાં 28 જેટલા કામોનું સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી જ્યારે આ સામાન્ય સભા પ્રમુખે પોતાના વખાણ માટે બોલાવી હોવાના આક્ષેપ કર્યા છે.

અંકલેશ્વર નગર પાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતામાં પોતાના અઢી વર્ષની ટર્મની અંતિમ સામાન્ય સભાં માળી હતી જેમાં 28 જેટલા વિકાસલક્ષી કામો એજન્ડા ઉપર મૂકવામાં આવ્યા હતા જેમાં ટ્રાફિકનું ભારણ અને અકસ્માતની ઘટના નિવારવા માટે રિંગરોડ માટે દરખાસ્ત કરવા સાથે સુરતી ભાગોળ વાવ નજીક આદિવાસી સમાજ માટે બિરસા મુંડા હૉલ,જવાહર ભાગ ખાતે સ્વાતંત્ર્ય સેવાની ઈશ્વરભાઈ કાયસ્થની પ્રતિમા અને તમામ નવ વોર્ડમાં વર્ષો જૂની 30થી 35 ગટરોના નવીનીકરણ માટે 4 કરોડના ખર્ચે નવી બનાવવા સહિત 28 જેટલા કામોનું સર્વાનુમતે મંજૂરી કરવામાં આવ્યા હતા.ઉપરાંત નગર પાલિકા સંચાલિત દવાખાના ખાતે ગાયનેક ડોકટર લેવામાં આવ્યા છે જેઓ દ્વારા નવ વર્ષ બાદ પ્રથમ નોર્મલ પ્રસૂતિ કરવવામાં આવી છે જેઓને અભિનંદન પાઠવવા સાથે સગર્ભા મહિલાઓની પ્રસૂતિ માટે પણ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે જેમાં નોર્મલ ડિલિવરી માટે 1 હજાર તો સીઝર માટે 4થી 5 હજારનો ચાર્જ વસૂલ કરવામાં આવશે.

error: