Satya Tv News

YouTube player

નર્મદા ડેમ પર ઝગમગાટ પાથરવા માટે રૂ. 5.32 કરોડનું ટેન્ડર

બે વર્ષની અવધિ માટે બહાર પડાયું ટેન્ડર

ડિઝાઇન,સપ્લાય,ઈન્સ્ટોલેશન,ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે બીડ મંગાવાઈ

ડેમ લાઇટિંગના નવા કોન્ટ્રાકટ માટે SSNNL એ હાથ ધરી પ્રક્રિયા

વિશ્વ પ્રવાસન સ્થળ બની ગયેલા કેવડિયા એકતાનગર SOU ખાતે ગુજરાતની જીવાદોરી સમા નર્મદા ડેમ પર ડેકોરેટિવ આકર્ષક લાઇટિંગ માટે ₹5.32 કરોડનું ટેન્ડર બહાર પડાયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2020 માં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવા પ્રકલ્પો સાથે સરદાર સરોવર નર્મદા ડેમની ડેકોરેટિવ લાઇટિંગનું પણ ઉદ્ઘાટન કરાયું હતું. ત્રણ વર્ષ પૂર્ણ થતાં સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ડેમ પર લાઇટિંગ માટે બીડ મંગાવાઈ છે.

SSNNL દ્વારા ડેમ લાઇટિંગ પ્રોજેકટ પૂર્ણ થયે થી બે વર્ષ માટે ડિઝાઇન, સપ્લાય, ઈન્સ્ટોલેશન, ટેસ્ટિંગ સાથે ડેકોરેટિવ લાઈટ અને સાઉન્ડ શો માટે ઑપરેશન અને મેઇન્ટેનન્સ માટે બીડ મંગાવાઈ છે. નર્મદા ડેમ પર ડેકોરેટિવ લાઇટિંગ માટેના રૂપિયા 5.32 કરોડના ટેન્ડરમાં 14,120 લેઝર, એલ.ઇ.ડી. ફ્લડ સહિતની લાઈટોનો સમારકામ અને નિભાવ સાથે સંચાલન ખર્ચનો પણ 2 વર્ષ માટે સમાવેશ કરાયો છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી નર્મદા

error: