આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદમાં વસતા 108 પાકિસ્તાની લઘુમતીઓ ને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યું. અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા પાકિસ્તાની લઘુમતીઓને નાગરિકત્વ આપવામાં આવતું હોય છે. પરંતુ તેના માટે ચોક્કસ પ્રક્રિયા અનુસરવી જરૂરી હોય છે.આ તમામ નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. જો કે રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત થતું હોય છે. જેના આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવાની જોગવાઈ છે.
સમગ્ર ભારતમાં અમદાવાદ જિલ્લો નાગરિકતાનું પ્રમાણપત્ર એનાયત કરવમાં મોખરે બન્યો છે. હાલ 100થી વધુ અરજી સેન્ટ્રલ એજન્સી દ્વારા એમની પ્રોસેસ ચાલી રહી છે. તેમજ ભારતીય નાગરિત્વ મળતા હવે આ નાગરિકોને અમદાવાદ સિવાય અન્ય સ્થળોએ જવા માટે કલેકટર પરવાનગી માંથી પણ મુક્તિ મેળવીને ભારતનું નાગરિત્વ મેળવ્યું છે.