Satya Tv News

ડભોઇ તાલુકા વિસ્તારના ખાંડીયા કુવા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ માં આશરે ૧૫ ફૂટ મોટું ગાબડું પડતાં ખેડૂતોને પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું, ત્યારે નર્મદા કેનાલ વિભાગ તંત્ર દ્વારા કેનાલની વહેલી તકે મરા મત કરાવે તેવી લોક લાગણી ખેડૂતોની માંગ છે.

ડભોઇ તાલુકાના ખાંડીયા કુવા ગામ પાસે મુખ્ય નર્મદા કેનાલ પસાર થાય છે, તેમાં મોટા ગાબડા પડી જતા અને આશરે 15 ફૂટ જેટલુ કેનાલમાં ભંગાણ થતા છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા કેનાલની મરામત કરવાની માંગ કરી હતી હાલ ખેડૂતોને પાક બચાવવા પાણીની જરૂરિયાત હોય કેનાલમાં પાણી આપવાનું બંધ કર્યું હોય ખેડૂતો ખેડુતો પાણી વિના ચિંતાતુર બની ગયા છે. અને વર્ષોથી કેનાલો ને મરા મત કરવામાં આવી નથી ત્યારે નર્મદા કેનાલ વિભાગ દ્વારા તેની મરામત કરવા લોક લાગણીની માંગ છે. ત્યારે ડભોઈ તાલુકામાં પસાર થતી નર્મદા નિગમની કેનાલ નર્મદા નિગમના અધિકારીઓ અને કર્મચારીઓદ્વારા કોઈપણ પ્રકારનુ નર્મદા કેનાલના પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી તેમ ગ્રામ્ય જનોમાં ચર્ચાઇ રહ્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: