એક માસ પહેલા અમાન રાણા ફરિયાદીની પત્નિને તેની આઠ વર્ષીય દિકરી સાથે ભોળવીને ભગાડી ગયો હતો. તે બાદ પરણીતાનાં પતિ દ્વારા આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે યુવક બેંગ્લોર હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ દ્વારા બેંગ્લોરથી અમાન રાણા, પરણીતા તેમજ બાળકીને શોધી કાઢ્યા હતા. ત્યાર બાદ પરણીતાની પૂછપરછ હાથ ધરતા મહિલાએ મરજીથી યુવક સાથે ગઈ હોવાનું સ્વીકાર્યું હતું. જે બાદ બાળકીનો કબ્જો તેનાં પિતાને સોંપી દેવામાં આવ્યો હતો.
બેંગ્લોરથી વડોદરા પરત લાવ્યા બાદ આઠ વર્ષીય બાળકીએ તેનાં પિતા સમક્ષ ઘટસ્ફેટ કર્યો હતો. જેમાં યુવક અમાન રાણા દ્વારા સગીરા સાથે શારીરીક અડપલા કર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. જે બાદ પોલીસે યુવક અમાન રાણા વિરૂદ્ધ વધુ એક પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. ઓગસ્ટમાં ગુનો દાખલ થયા બાદ અમાન ફરાર હતો. બાપોદ પોલીસની ટીમે બેંગ્લોર સહિત વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. ત્યારે અમાન રાણા બેંગ્લોરથી પોલીસનાં હાથે ઝડપાઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બાપોદ પોલીસ મથકે ખાતે એક પોક્સો મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે ફરિયાદીનાં જણાવ્યા મુજબ તેમની દીકરી સાથે આરોપીએ બેગ્લોર ખાતે અને બાપોદ પોલીસ મથકની હદમાં જાતીય સતામણી કરેલ હતી. જેથી ફરિયાદીની ફરિયાદ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ અમાન રાણાની બાપોદ પોલીસે ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.