Satya Tv News

મેજર આશીષ ઢોંચક પણ 19 રાષ્ટ્રીય રાઈફલ્સના સિખ લાઈટ ઈન્ફેંટ્રીમાં તૈનાત હતા. 15 ઓગસ્ટ, 2023એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને મેડલ આપ્યો હતો. એક રિપોર્ટ અનુસાર મેજર આશીષ હરિયાણાના પાનીપતના નિવાસી હતા. તે પાનીપત જિલ્લાના બિંઝોલ ગામમાં રહેવા આવ્યા હતા. આશીષના પિતા એનએફએલથી રિટાયર્ડ છે. રિપોર્ટ અનુસાર આશીષના લગ્ન થઈ ચુક્યા હતા અને તેમની એક દિકરી છે. આશીષની બે વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટિંગ થઈ હતી.

અનંતનાગના ગડૂલ વિસ્તારમાં 12 સપ્ટેમ્બરે સાંજે સેનાનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ રાત્રે ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું. 13 સપ્ટેમ્બરે સવારે આતંકીઓ વિશે ઈનપુટ મળવા પર ઓપરેશન ફરીથી શરૂ કરવામાં આવ્યું. કર્નલ મનપ્રીત સિંહ ઓપરેશનને લીડ કરી રહ્યા હતા. ત્યારે જ આતંકીઓએ તેમના પર ફાયર કરી દીધી જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.સુરક્ષાબળોને 13 સપ્ટેમ્બરની સવારે વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓના હોવાની સુચના મળી હતી. જેના બાદ સેના અને જમ્મુ-કાશ્મીરની પોલીસ ટીમોએ ફરી ઓપરેશન શરૂ કર્યું હતું. ઈન્ડિયા ટુડેના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર સેનાથી ભગતા 2-3 આતંકી ઉંચાઈ વાળી જગ્યા પર પહોંચી ગયા હતા. તેનો ફાયદો ઉઠાવીને તેમના સૈનિકો પર ગોળીબાર કરવામાં આવ્યો જેમાં આ 3 મોટા અધિકારીઓના મોત થઈ ગયા.

error: