Satya Tv News

શુક્રવારે પેટ્રોલ-ડીઝલ ન ખરીદવાની પેટ્રોલિયમ ડીલર એસોસિએશને જાહેરાત કરી છે. CNGમાં ડીલર માર્જીનમાં વધારો ન થતાં શુક્રવારે પેટ્રોલ-ડીઝલ ન ખરીદવાનો ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ નિર્ણય કર્યો છે. ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના આક્ષેપ મુજબ છેલ્લા 6 વર્ષની ડીલર માર્જીનમાં વધારો થયો નથી. 17 મહિનાથી CNGનું ડીલર માર્જીન પંપ સંચાલકોને ચૂકવાયું પણ નથી. તેમજ પેટ્રોલપંપ સંચાલકો પર બ્રાન્ડેડ પેટ્રોલ-ડીઝલ વેચવા માટે દબાણ પણ કરાઇ રહ્યું છે. જે 3 પડતર માગણીને પગલે ફેડરેશનનો `નો પર્ચેસ’નો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે જણાવી દઈએ કે, સામાન્ય ગ્રાહકો માટે પેટ્રોલ-ડીઝલનું વેચાણ યથાવત રહેશે

error: