આ સાંસદો સામે હત્યા, મર્ડરની કોશિશ, અપહરણ જેવા કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં મહિલાઓ પર અત્યાચાર કરવાનો ગુનો પણ શામેલ છે. બંને સદનના સભ્યોમાં કેરળના 29 સાંસદમાંથી 23 સાંસદ દાગી છે. આ દાવો એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને એસોસિએશન નેશનલ ઈલેક્શન વોચના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. જે ચૂંટણી સંબંધિત ડેટાનું એનેલિસિસ કરે છે. ADR અનુસાર સમગ્ર દેશમાં લોકસભા અને રાજ્યસભાની 776 સીટમાંથી 763 સાંસદના એફિડેવિટનું એનેલિસિસ કરીને આ જાણકારી મેળવવામાં આવી છે. લોકસભાની ચાર સીટ અને રાજ્ય સભાની એક સીટ ખાલી છે. જમ્મુ કાશ્મીરમાં રાજ્યસભાની ચાર સીટ ખાલી છે. એક લોકસભા સાંસદ અને ત્રણ રાજ્યસભા સાંસદના એફિડેવિટ ઉપલબ્ધ ના હોવાને કારણે તેમની જાણકારી મળી શકી નથી. 763 સાંસદમાંથી 306 સાંસદ સામે અપરાધિક કેસ દાખલ હોવાની જાણકારી મળી છે. જેમાંથી 194 સાંસદ સામે ગંભીર ગુના (હત્યા, મર્ડરની કોશિશ, અપહરણ જેવા કેસ) દાખલ કરવામાં આવ્યા છે.