Satya Tv News

સરકારે કેન્દ્રીય મોટર વાહનોના ફિટનેસ સર્ટિફિકેટની વેલીડિટી નક્કી કરી છે. અંહિયા ખાસ વાત એ છે કે નવા નિયમો માત્ર કાર જેવા નાના વાહનો જ નહીં પરંતુ ટ્રક અને બસ જેવા મોટા અને કોમર્શિયલ વાહનો પર પણ લાગુ થશે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 8 વર્ષથી જૂના વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ 2 વર્ષ માટે માન્ય રહેશે, જ્યારે તેનાથી જૂના વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ માત્ર 1 વર્ષ માટે જ માન્ય રહેશે અને આ વાહનોની ફિટનેસ દર વર્ષે અપડેટ કરવામાં આવશે. કોમર્શિયલ લાઇટ મોટર વ્હીકલ (LMV) સિવાય આ નિયમ મોટા અને મધ્યમ કદના સામાન અને પેસેન્જર વાહનોને પણ લાગુ પડશે. સરકાર એ સુનિશ્ચિત કરવા માગે છે કે તમામ વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ નિયમિત સમયાંતરે બનાવવામાં આવે.

વાહનોનો ફિટનેસ ટેસ્ટ માત્ર રજિસ્ટર્ડ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન (ATS) પરથી જ કરવાનો રહેશે. આ માટે કાયદા હેઠળ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. એક વખત નવો નિયમ લાગુ થયા બાદ જ્યાં વાહનનું રજીસ્ટ્રેશન થયું છે તે જ વિસ્તારમાં ટેસ્ટિંગ સ્ટેશન પર તેનું ફિટનેસ સર્ટિફિકેટ બનાવવામાં આવશે.સરકારે આવા વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે 1 ઓક્ટોબર 2024 સુધીનો સમય આપ્યો હતો. નવા નિયમમાં જેને સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમો, 2023માં ફરજિયાત કરવામાં આવ્યું છે કે વાહનોના રજીસ્ટ્રેશનના રિન્યુઅલ સમયે વાહન માટે બનાવેલ ફિટનેસ સર્ટિફિકેટ બનાવવું ફરજિયાત રહેશે.

error: