અરવલ્લી જિલ્લામાં લૂંટની ચકચાર મચાવી દે તેવી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, પૂર્વ SP અને ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરે લૂંટની ઘટનાને હડકંપ મચાવી દીધો છે. પ્રાથમિક વિગતો મુજબ પૂર્વ SP અને ભિલોડાના MLA પી.સી.બરંડાના વાકટીંબા ગામના મકાનમાં લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે.
ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના પત્નીને ઘરમાં જ બંધક બનાવી અજાણ્યા ઇસમો દ્વારા લૂંટ કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ તરફ લૂંટારા સોના-ચાંદી અને રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાને લઈ MLA પી.સી.બરંડા ગાંધીનગરથી વતન પહોંચ્યા હતા. ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરે લૂંટની ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આતરફ અરવલ્લીના SP સહિતનો પોલીસ કાફલો તપાસમાં જોતરાયો છે. જોકે હવે આ લૂંટની ઘટનામાં ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવાશે.