Satya Tv News

આદિત્ય એલ-1 ને સૂર્યના અભ્યાસ માટે અવકાશમાં મોકલવામાં આવ્યું છે અને આ આદિત્ય એલ-1 ભારતનું પ્રથમ સ્પેસ ઓબ્ઝર્વેટરી છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે પાંચ લેગ્રેન્જ પોઇન્ટ છે.પોઇન્ટ અર્થ એવો છે કે અહીંથી સૂર્ય અવરોધ વિના દેખાઈ શકે છે. ત્યારે લેગ્રેન્જ પોઈન્ટ 1 અવકાશયાન પર મોકલવામાં આવેલ આદિત્ય એલ-1 પૃથ્વીથી લેગ્રેન્જ પોઈન્ટ 1નું અંતર 15 લાખ કિલોમીટર છે, જ્યારે સૂર્યથી પૃથ્વીનું અંતર 15 કરોડ કિલોમીટર છે.

ટ્વિટરના માધ્યમ થકી ISRO એ કહ્યું કે ‘ફોર્થ અર્થ બાઉન્ડ મેન્યુવર’માં સફળતા હાંસલ કરી લેવામાં આવી છે. બેંગલુરુ, શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર અને પોર્ટ બ્લેરના ગ્રાઉન્ડ સ્ટેશન દ્વારા સેટેલાઇટને ટ્રેક કરાયો હતો. આદિત્ય L-1 અવકાશયાન 256 km x 121973 km ના અંતરે આવેલું છે. ISRO દ્વારા જણાવાયા અનુસાર આગામી મેન્યુવર ટ્રાન્સ-લેગ્રાંગિયન પોઈન્ટ 1 ઈન્સર્શન 19 સપ્ટેમ્બરે સવારે 2 વાગ્યે કરાશે. સૂર્યની ગતિવિધિઓના અભ્યાસ અર્થે ગયેલ ઈસરોનું આ અવકાશયાન 16 દિવસ સુધી પૃથ્વી નજીક ચક્કર લગાવશે જેને લઈને આગળની મુસાફરી માટે જરૂરી ગતિ પ્રાપ્ત થશે.

error: