Satya Tv News

અનંતનાગમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન યથાવત છે અને આતંકીઓ પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક જવાન શહીદ થતા ભારતના કુલ ચાર જવાન શહીદ થયા છે. અનંતનાગમાં લાપતા જવાનનો મૃતદેહ મળી આવ્યો છે. સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. અનંતનાગમાં બુધવારે આતંકીઓ અને સુરક્ષાબળો અથડામણ શરૂ થઈ હતી, જેમાં ભારતીય સેનાના 2 જવાન અને જમ્મુ કાશ્મીર પોલીસના એક ઓફિસર શહીદ થયા હતા. ગુરુવારના રોજ બે જવાન ગંભીર રીતે ધાયલ થતા ભારતીય સેનાના કુલ 5 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે.

જમ્મુ કાશ્મીર પોલીસે અથડામણવાળા વિસ્તારમાં એક સ્થાનિક આતંકી ઉજૈર ખાન અને એક વિદેશી આતંકી હોવાની પુષ્ટી કરી છે. સુરક્ષાબળોએ એક આતંકી ઠાર કર્યો છે તથા અન્ય આતંકીનો શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસનો સૂત્રધાર આતંકીઓનો એજન્ટ નીકળ્યો છે. આ સૂત્રધારે આતંકીઓને આર્મી અને પોલીસના આવવાની સૂચના આપી હતી. સેના અને આર્મીની ટીમ કેટલી સંખ્યામાં અને કેવી રીતે આવી રહી છે, તે તમામ બાબતોની જાણકારી આતંકવાદીઓને આપી હતી.

error: