Satya Tv News

સુરતમાં જ્વેલર્સને ત્યાં IT વિભાગે પાડેલા દરોડામાં 200 કરોડના વ્યવહાર મળ્યા છે. રોકડમાં ખરીદ-વેચાણના વ્યવહાર મળી આવ્યાં છે. 25 બેંક લોકર અને રૂપિયા 2 કરોડની રોકડ સીઝ કરવામાં આવી છે. સોફ્ટવેરની પેઢી ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કરચોરીનો આંકડો 500 કરોડને વટાવી શકે છે તેવુ આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. દરોડા દરમિયાન લાખોની કિંમતના મોબાઇલ ફોન તોડવાનો અને ટોયલેટમાં નાખવાનો પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું છે. 35 ઠેકાણાં પર આઇટીની ટીમ એક્સપર્ટને સાથે રાખીને તપાસ કરી હતી. લાખો રૂપિયાના નેકલેસ પણ રોકડમાં વેચ્યા હતા જે હિસાબી ચોપડે દર્શાવ્યા નહોતા. તપાસમાં આઇટીએ 25થી વધુ મોબાઇલ કબજામાં લીધા છે.

દરોડા દરમિયાન લાખો રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનમાંથી અનેક ડેટા ડિલિટ કરી દેવાયા હતા. તપાસ શરૂ થતાં જ મોબાઇલ ફેંકવાનો પણ પ્રયાસ થયો હતો. આઇટીની એકસપર્ટ ટીમે મોબાઈલ ફોનમાંથી ડિલિટ થયેલા ડેટા પણ ફરી રિકવર કરી લીધા છે. મોટાભાગના રોકડના સોદા મોબાઇલ પર જ કરાતા હતા અને સોનાની કરોડોની ખરીદીના પણ વ્યવહાર મોબાઇલમાં જ હતા.

error: