Satya Tv News

ગુજરાતના બે IAS અધિકારી વિજય નેહરા અને મનીષ ભારદ્વાજ દિલ્હી ડેપ્યુટેશન પર જશે. કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરે ફેરબદલ કરાયો છે. IAS વિજય નહેરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં મુકાયા છે, જ્યારે મનીષ ભારદ્વાજને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિમાયા છે. આપને જણાવી દઈએ કે, વિજય નેહરા વર્ષ 2001ની બેચના આઈએએસ ઓફિસર છે, જ્યારે મનીષ ભારદ્વાજ વર્ષ 1997 બેંચના અધિકારી છે.

તાજેતરમાં જ 1997ની બેચના મહિલા IAS ઓફિસર સોનલ મિશ્રાને ડેપ્યુટેશન પર દિલ્હી સ્થિત મિનિસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા હતા. ત્યારબાદથી સોનલ મિશ્રાના પતિ અને નર્મદા, વોટર રિસોર્સિસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મનીષ ભારદ્વાજને પણ ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. ત્યારે હવે IAS મનીષ ભારદ્વાજને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટ તરીકે નિયુક્ત કરાયા છે.

error: