મહારાષ્ટ્રના નંદુરબારની સિવિલ હોસ્પિટલ બાળકો માટે કમનસીબ બની રહીછે. અહીં છેલ્લા ત્રણ મહિનામાં 179 બાળકોના મોત થયા છે. નંદુરબારના સીએમઓ એમ સાવન કુમારે કહ્યું કે જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં નંદુરબાર જિલ્લામાં જુલાઈમાં 75, ઓગસ્ટમાં 86 અને સપ્ટેમ્બરમાં 18 લોકોના મોત થયા છે.
મૃત્યુના મુખ્ય કારણોમાં જન્મ સમયે ઓછું વજન, જન્મથી જ અસ્ફીક્સિયા, સેપ્સિસ અને શ્વસન સંબંધી રોગો હતા. 70 ટકા મૃત્યુ 0 થી 28 દિવસની ઉંમરના શિશુઓના છે. અહીંની ઘણી સ્ત્રીઓમાં સિકલ સેલ હોય છે, જેના કારણે ડિલિવરી દરમિયાન તકલીફો થાય છે. આ તમામ સમસ્યાઓના ઉકેલ માટે અમે મિશન ‘લક્ષ્ય 84 દિન’ શરૂ કર્યું છે.