Satya Tv News

વડોદરાનાં એકતાનગર વિભાગમાં ભારે વરસાદ છે. ત્યારે પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે આવેલ બ્રિજ નંબર 61 અને 76 પર પાણીનું સ્તર જોખમનું સ્તર વટાવી જતા ટ્રેન વ્યવહાર પર અસર પડી રહી છે. કેટલીક ટ્રેન રદ કરવામાં આવી તો કેટલીક આંશિક રદ કરાય છે. જેમાં 8 ટ્રેન રદ કરવામાં આવી જ્યારે અન્ય કેટલીક ટ્રેનો થોડા સમય માંટે રદ છે.

ગુજરાતમાં ફરી વરસાદની ઈનિંગ શરુ થઈ ગઈ છે ,ત્યારે મધ્ય પ્રદેશમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમને લઈ ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,ત્યારે હવે ભારે વરસાદને લઈને ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં દોડતી કેટલીક ટ્રેનો ભારે વરસાદના કારણે રદ્દ થઈ છે ,તો કેટલીક ટ્રેનો આશીંક રીતે બંધ કરાઈ છે. ત્યારે આવા વાતાવરણમાં બહારગામ જતા પહેલા જાણી લો ક્યા કઈ ટ્રેનો થઈ છે રદ્દ.

વડોદરાનાં એકતાનગર વિભાગમાં ભારે વરસાદ છે. ત્યારે પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે આવેલ બ્રિજ નંબર 61 અને 76 પર પાણીનું સ્તર જોખમનું સ્તર વટાવી જતા ટ્રેન વ્યવહાર પર અસર પડી રહી છે. કેટલીક ટ્રેન રદ કરવામાં આવી તો કેટલીક આંશિક રદ કરાય છે. જેમાં 8 ટ્રેન રદ કરવામાં આવી જ્યારે અન્ય કેટલીક ટ્રેનો થોડા સમય માંટે રદ છે. ત્યારે જોખમી સ્તર પર પાણી જવાને કારણે રેલ વ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો છે.

ટ્રેન નંબર 20947/20950 અમદાવાદ – એકતા નગર – અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ તારીખ 17.09.2023 રદ રહેશે.

બાજવા થી વડોદરા યાર્ડ વચ્ચે વીજ પુરવઠામાં ટેકનિકલ ભંગાણના કારણે આજની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે.

વડોદરા ડિવિઝનના બાજવા થી લઈને વડોદરા યાર્ડ વચ્ચે થયેલા ભંગાણના કારણે 17.09.2023ની કેટલીક ટ્રેનો રદ રહેશે, કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ રહેશે.

ભારે વરસાદના કારણે ગુજરાતની અનેક ટ્રેનો રદ છે જેમાં વડોદરા – અમદાવાદ મેમુ, ટ્રેન નંબર 09496 અમદાવાદ – વડોદરા મેમુ, ટ્રેન નંબર 09400 અમદાવાદ – આનંદ મેમુ, ટ્રેન નંબર 09311 વડોદરા – અમદાવાદ મેમુ સામેલ છે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

  • ટ્રેન નંબર 09316 અમદાવાદ – વડોદરા મેમુ આણંદ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે. અને આ ટ્રેન આણંદ-વડોદરા વચ્ચે રદ રહેશે.
error: