નર્મદા નદી ગાંડીતૂર બનતા ગ્રામજનો મુશ્કેલીમાં
૧૧ ગામોમાં ખેતીપાકને નુકશાન થવાની ભીતિ
બરકાલ,મોલેથા,માલસર ગામમાં પાણી ફરી વળ્યાં
ગ્રામજનો સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કર્યા
શિનોર તાલુકામાંથી પસાર થતી નર્મદા નદી ગાંડીતૂર બનતા માલસર અને બરકાલ ગામ સંપર્ક વિહોણું બનતાં સ્થાનિક ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા
સરદાર સરોવર નર્મદા ડેમ માંથી તબક્કા વાર છોડાઈ રહેલાં પાણી ના કારણે હાલ નર્મદા નદી ગાંડીતૂર બની ને બે કાંઠે વહી રહી છે.જેને લઇને શિનોર તાલુકાના નદી કાંઠા ના ૧૧ ગામોને સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા સાવચેત કરાયા હતાં. પરંતુ આજે નર્મદા નદી ગાંડીતૂર બનતા બરકાલ – મોલેથા અને માલસર – શિનોર તેમજ માલસર ગામમાં નર્મદા નદી ના પાણી ફરી વળતાં હાલ ગામ સંપર્ક વિહોણાં બનવા પામ્યું છે.જેની જાણ થતાં જ શિનોર પી.એસ.આઇ. એ.આર. મહીડા,શિનોર મામતદાર એમ.બી.શાહ ,તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી નીચાણ વાળા વિસ્તારમાં રહેતાં લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કરી તંત્ર દ્વારા હાલની પરિસ્થિતિ નો તાગ મેળવવામાં આવી રહ્યો છે.નર્મદા નદી ગાંડીતૂર બની બે કાંઠે વહેતી થતાં નદી કાંઠાના ૧૧ ગામોમાં મોટી માત્રામાં ખેતીપાકને નુકશાન થવાની ભીતિ સર્જાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર