Satya Tv News

YouTube player

ઘી જનતા ટ્રેડર્સની 29 મી વાર્ષિક સાધારણ સભા
પટેલ વાડી ખાતે ઠાકોરના પ્રમુખ સ્થાને યોજાઈ
2022 – 23ના વર્ષના નફા નુકસાન ફાળવણી
કર્મચારીગણ,સભાસદોને પાઠવી શુભેચ્છા

જંબુસર નગરની અગ્રગણ્ય ધી જનતા ટ્રેડર્સ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 29 મી વાર્ષિક સાધારણ સભા પટેલ વાડી ખાતે યોજાઇ હતી

જંબુસર નગરની અગ્રગણ્ય ધી જનતા ટ્રેડર્સ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 29 મી વાર્ષિક સાધારણ સભા જંબુસર પટેલ વાડી ખાતે ઠાકોર એમ પટેલ ના પ્રમુખ સ્થાને યોજાઇ હતી.જેમાં કુલ આઠ કામો એજન્ડામાં હતા. 2022ની વાર્ષિક સાધારણ સભાનું વાંચનમાં લઈ બહાલ રાખવા, 31 /3 /2023 સુધીના હિસાબો મંજૂર કરવા, 2022 – 23 ના વર્ષના નફા નુકસાન ફાળવણી કરવા,ઓડિટ નોંધ વંચાણે લેવા, પેટા કાયદામાં સુધારો વધારો કરવા, સેટલમેન્ટ સ્કીમની ચર્ચા સહિતની કામોની સર્વનું મતે મંજૂર કરવામાં આવ્યા હતા.સભાના પ્રમુખ તથા ચેરમેન દ્વારા સંસ્થાની કામગીરીની વિશેષ માહિતી આપી સંસ્થા કર્મચારીગણ, સભાસદોનો આભાર માની સોસાયટી વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન નવીન પટેલ, એમડી યોગેશ પુરાણી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સહિત સભાસદો હાજર રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: