ડભોઇ એસટી બસ ડેપો ખાતે સવારથી વિદ્યાર્થીઓ પાસ કઢાવવા માટે લાઈનમાં ઊભા હતા ,પરંતુ વીજ પુરવઠો બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીઓમાં મુકાઈ ગયા હતા અને અભ્યાસ માટે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને બસમાં બેસવાની તકલીફ પડતી હોય વધારાની બસ નહીં મુકવાને કારણે વિદ્યાર્થીઓએ સ્કૂલના સમયે એસટી બસો મુકવાની માંગ કરી હતી.
ડભોઇ એસટી બસ ડેપો ખાતે અભ્યાસ માટે વિદ્યાર્થીઓને અપડાઉન કરવા માટે દર મહિને પાસ કઢાવો પડતો હોય છે, દર મહિને ફોટાનો શાળાનો અભ્યાસ છોડી પાસ કઢાવવા લાઈનોમાં ઉભું રહેવું પડતું હોય છે. આજ રોજ વહેલી સવારથી વિદ્યાર્થીઓ લાઈનમાં હતા, પરંતુ વીજ પુરવઠો બંધ હોવાને કારણે ખૂબ જ મુશ્કેલી ઊભી થતી હોય તેઓના પાસે બસની મુસાફરીના માસિક પાસ કઢાવેલ ન હોય તો બસમાં મુસાફરી નહીં કરી શકતા અને ખાનગી વાહનોમાં અવર-જવર કરતા હોવાથી, આજ રોજ સવારે ડેપો ખાતે વિદ્યાર્થીઓને પહેલાના સમયે જેમ હાથથી લખીને પાસ રિસીવ કરવામાં આવેતો વિદ્યાર્થીઓનો સમય ન બગડે અને સવારના સમયે વધુ બસ મૂકવા માંગ કરી હતી.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ