Satya Tv News

ડભોઇ તાલુકાના ચાંદોદ કોટ વિસ્તારમાંથી કુદરતી આફત સમયે ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ સંકટ મોચન બની વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સાથે વકીલ અશ્વિન પટેલ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા અને આઠ બાળકો છ મહિલાઓને રાત્રિના સમયે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવતા માનવતાની મહેક પ્રસરાવી હતી.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની સતત આવકને કારણે ડેમ માંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઈ ડભોઇ તાલુકાના નર્મદાના કિનારાના ગામોમાં પાણી ફરી વળ્યાં હતાં. ચારો તરફ પાણીને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાની જાણ થતાં તાત્કાલિક ડભોઇના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષ મહેતાએ પ્રશાસન તંત્રને કામે લગાડ્યા હતા .સવારથી મોડી સાંજ સુધી ડભોઇ મદદનીશ કલેકટર યોગેશ કાપશે મામલતદાર દિનેશ ગામીત સર્કલ પ્રવીણ જોશી નાયબ મામલતદાર હીર રાણા અને ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ચાંદોદ ગામના સરપંચ લાલુ સોની તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેન્દ્ર તડવી અધિકારીઓ સાથે રહી સતત કામગીરી કરી રહ્યા છે.અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ચારો તરફ પાણી અને અંધકાર છવાયેલો હતો પરિસ્થિતિ ભયંકર જોવાતી હતી, ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને વર્ષોથી માનવતાની સેવાનું કાર્ય કરનાર વકીલ અશ્વિન પટેલને જાણ થતા કે ચાંદોદ કોટ ફળિયામાં રહેતા પરિવારો ફસાઈ ગયા છે ,અને બહાર નીકળવા મદદ માગી હતી. તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડના જવાનો સાથે રાખી જાનની જોખમ કરી અંધારામાં બોટમાં બેસી માત્ર બેટરીના અજવાળે અજવાળે કોટ ફળિયામાં પહોંચી જઈ એક પછી એક 8 બાળકો અને છ મહિલાઓને રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢી સ્થળાંતર કરવામાં આવ્યા હતા.વડોદરા ફાયર બ્રિગેડની ટિમ સાથે અન્ય લોકોને પણ સ્થળાંતરની કામગીરી ચાલી રહી છે. ત્યારે રાત દિવસ ભૂખ તરસની ચિંતા કર્યા વગર વર્ષોથી માનવ સેવાની કામગીરી કરનાર અને આજે કુદરતી આપત્તિની ગંભીર પરિસ્થિતિ હોવા છતાંય માનવતાની સુંદર કામગીરી કરનાર વકીલ અશ્વિન પટેલને ડભોઇ મદદનીશ કલેકટર યોગેશ કાપશે મામલતદાર ડી વી ગામીત તાલુકા વિકાસ અધિકારી પટેલ સર્કલ પ્રવીણ જોશી અને સમગ્ર ચાંદોદના આગેવાનો સહિત ગ્રામજનોએ તાળીઓ પાડી બિરદાવતા માનવતાની મહેક પ્રસરી ગઇ હતી.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: