Satya Tv News

જૂનાગઢ યાર્ડમાં જણસીની પુષ્કળ આવક થઇ રહી છે. ત્યારે નવી મગફળીની આવક તથા ખેડૂતોમાં સારા ભાવ મળવાને લીધે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આજે કુલ 18 જણસીની આવક નોંધાઈ હતી. જેમાં અડદ અને મગફળી સાથે તુવેરના પણ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા.ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના પાકને વેચવાનું એટલા માટે જ પસંદ કરી રહ્યા છે, કારણ કે ટેકાના ભાવ કરતા ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા એવા ભાવ મળી રહે છે, જેથી આજે સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

આજે 104 ક્વિન્ટલ અડદની આવક સામે એક મણનો ઉંચો ભાવ 1886 રૂપિયા અને એક મણનો નીચો ભાવ 1600 રૂપિયા અને સામાન્ય ભાવ 1810 રૂપિયા નોંધાયો હતો.તલનાં એક મણનાં 3300 રૂપિયા ભાવ રહ્યાં હતાં અને આજે ખેડૂતોને તુવેરમાં અને સોયાબીનમાં સારો એવો ભાવ મળ્યો હતો. જેથી ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા. તુવેરની 80 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 2431 રૂપિયા અને એક મણનો નીચો ભાવ 2150 રૂપિયા તથા સામાન્ય ભાવ 2260 રૂપિયા નોંધાયા હતા.

જૂનાગઢ યાર્ડમાં મગફળીની સારી આવક થઇ રહી છે. આજે યાર્ડમાં જાડી મગફળીનાં એક મણનાં ઉંચા ભાવ 1378 રૂપિયા બોલાયા હતાં અને નીચા ભાવ 1100 રૂપિયા અને સામાન્ય ભાવ 1250 રૂપિયા નોંધાયા છે. આ ઉપરાંત શીંગદાણાનાં એક મણનાં 1650 રૂપિયા ભાવ રહ્યો હતો અને નીચા ભાવ 1650 રૂપિયા રહ્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે સોયાબીનનું સારું વાવેતર થયું છે. હાલ યાર્ડમાં સોયાબીનની આવક થઇ રહી છે. ખેડૂતોએ સંગ્રહ કરેલા સોયાબીન આવી રહ્યાં છે. ત્યારે આજે યાર્ડમાં એક મણ સોયાબીનનાં 961 રૂપિયા ભાવ બોલાયો હતો. જયારે સામાન્ય ભાવ 925 રૂપિયા રહ્યો હતો અને નીચા ભાવ 850 રૂપિયા રહ્યો હતો. જયારે સોયાબીનની 1055 ક્વિન્ટલ આવક થઇ હતી.

error: