Satya Tv News

દેશભરમાં હાલમાં ગણેશોત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે. જો કે આ તહેવાર દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, પરંતુ મુંબઈનો ગણેશ ઉત્સવ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીંની વિશાળ ગણેશની મૂર્તિઓ ઘણા લોકોને આકર્ષે છે. પરંતુ GSB સેવા મંડળનો ગણેશોત્સવ સૌથી ધનાઢ્ય ગણેશ મૂર્તિ માટે ચર્ચામાં છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ જીએસબી સેવા મંડળના મહાગણપતિની જોરદાર ચર્ચા છે. કદાચ ભારતની સૌથી ધનાઢ્ય મૂર્તિ તરીકે ઓળખાતી આ ગણરાયનો શણગાર પણ ખૂબ જ ભવ્ય અને દિવ્ય છે. આ વર્ષે મહાગણપતિને 66.5 કિલો સોનાના ઘરેણા, 295 કિલો ચાંદી અને અન્ય કિંમતી આભૂષણોથી શણગારવામાં આવશે.

મુંબઈના પ્રખ્યાત જીએસબી સેવા મંડળે જણાવ્યું હતું કે, આ વર્ષે સેવા મંડળ શહેરના પૂર્વ ભાગમાં કિંગ્સ સર્કલ ખાતે તેની 69મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. તેથી ભક્તોની સલામતી માટે સેવા મંડળે પ્રથમ વખત તમામ સ્થળોએ ફેશિયલ રેકગ્નિશન કેમેરા લગાવ્યા છે. આ વર્ષે તેઓએ રૂ. 360.40 કરોડનું વીમા કવચ લીધું છે. બીજી તરફ, ભક્તોને ધ્યાનમાં રાખીને, આયોજકોએ QR કોડ અને લાઇવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા કરી છે. આ ગણપતિ ઉત્સવ દરમિયાન રામ મંદિરના સફળ નિર્માણ અને ઉદ્ઘાટન માટેની ધાર્મિક વિધિઓ પણ યોજાશે.

error: