Satya Tv News

અરજદારોએ કબુલાત કરી કે દિલ્લીમાં કિડની કાઢવાની વાત નકારી કાઢી છે. તેમજ ગોપાલ પરમારે અશોકભાઈ પાસેથી વીસ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યારે બંગાળમાં કીડનીનાં બદલામાં રૂપિયા મળશે તેવી વાતને આધારે ગોપાલ અને અશોકભાઈ હાવડા ગયા હતા. હાવડાથી એક લાખ રૂપિયા પણ મળ્યાનો ખુલાસો કર્યો હતો. કિડનીનું ઓપરેશન થાય તે પહેલા ગોપાલ અને અશોકભાઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાં બાદ પોલીસ દ્વારા બંગાળનાં લોકોની પણ તપાસ શરૂ કરી છે. અરજદારોએ 6 થી 7 વર્ષ પહેલા કિડની કાઢવાનો બનાવ બન્યો હોવાનું સ્વીકાર્યું હતું.

આ બાબતે ખેડા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, મહુધા ગામનાં અરજદાર ગોપાલભાઈ પરમાર દ્વારા એક અરજી કરી હતી. જેમાં તેઓએ તેમનાં જ ગામનાં અશોક પરમાર ઉપર વીસ હજાર રૂપિયા તેઓએ લીધેલા છે. અને વધુ વ્યાજ માંગે છે અને ધમકી આપે છે. તે પ્રકારની એક અરજી કરી હતી. પ્રથમ અરજીનાં થોડા દિવસ બાદ અરજદાર ગોપાલ દ્વારા બીજી અરજી કરી હતી. જેમાં તેણે અશોક પરમાર પર ગંભીર આક્ષેપો કરેલ. જેમાં તેઓની કીડની માટે તેઓને દિલ્હી લઈ ગયેલ. જ્યાં ર્ડાક્ટર દ્વારા તેઓને પૂછેલ કે તમારી સંમતિથી આપો છો. જે બાદ તેઓ થોડ સમય દિલ્હી રોકાયા હતા. અને ત્યાંથી ભાગી ટ્રેનથી પાછા આવી ગયા હતા. આ બનાવની ગંભીરતાને લઈ આજે જ અમે એલસીબી, એસઓજીની ટીમો બનાવી હતી. તેમજ અરજદારને પણ બોલાવ્યા હતા. તેમજ અશોક પરમાર સહિત નવ જેટલા લોકોનાં નામ અરજીમાં લખ્યા હતા.તે તમામને બોલાવ્યા હતા. ત્યારે અરજદારની સઘન પૂછપરછ હાથ ધરતા તેણે સમગ્ર વાત ઉપજાવી કાઢી હોવાનું કહ્યું હતું.

તેમજ ગોપાલ પરમારને જુગાર રમવાનો શોખ છે. ગોપાલ જુગારમાં દોઢ વર્ષ પહેલા જુગારમાં પૈસા હારી ગયો હતો. જે બાદ યુવક દ્વારા અશોક ભાઈ પાસેથી 20 હજાર રૂપિયા મેળવ્યા હતા. યુવકને અશોકભાઈએ સાતેક વર્ષ પહેલા કીડની માટે પૈસા મેળવેલ હતા. જે બાબતે આણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલ હતી. જે કેસ હાલ કોર્ટમાં પેન્ડીંગ છે. અશોક ભાઈ તેમજ ગોપાલ કીડ વેચવા માટે પશ્ચિમ બંગાળ ગયા હતા. જ્યાં તેઓએ લાખ રૂપિયામાં કીડનીનો સોદો કર્યો હતો. ત્યારે બાદ પૈસા ગોપાલનાં ખાતામાં આવી જતા બંને જણા ત્યાંથી ભાગી ગયા હતા. હાલ ગોપાલ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે. તે આક્ષેપો અશોકભાઈ દ્વારા કરેલ અપમાનનો બદલો લેવા માટે આ તરકટ રચ્યું હતું. ત્યારે બંને જણા પશ્ચિમ બંગાળ ગયા હોવાનું લોકેશનનાં આધારે જાણવા મળી રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા હાલ પશ્ચિમ બંગાળનાં શખ્શોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

error: