Satya Tv News

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી પક્ષો દ્વારા આ બિલના તાત્કાલિક અમલ કરવાની માંગના જવાબમાં પણ અમિત શાહે મોટું નિવેદન આપ્યું હતું. અમિત શાહે કહ્યું કે, સીમાંકન પંચ ભારતીય ચૂંટણી પ્રક્રિયા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કરે છે. ચૂંટણી પંચ, અન્ય સંસ્થાઓ અને તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ તેમાં હોય છે. અમિત શાહના મતે હવે જો એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની હોય, તો તે કોણ નક્કી કરશે? તેઓ (વિરોધી પક્ષો) કહી રહ્યા છે કે તે તરત જ કરો, મતલબ કે આપણે તે કરવું જોઈએ અને તમે શું કરશો જો વાયનાડ ને અનામત મળે છે પછી એવું કહેવામાં આવશે કે તે રાજકીય કારણોસર કરવામાં આવ્યું હતું.

અમિત શાહે રાહુલ ગાંધીને કહ્યું કે, દેશને સચિવ નહિ સરકાર અને સંસદ ચલાવે છે. રાહુલ ગાંધી સરકારમાં OBC મંત્રીઓની સંખ્યા જુઓ. ભાજપના OBC સાંસદો અને ધારાસભ્યોની સંખ્યા જુઓ. મહિલા અનામત બિલ લાવવાનો આ પાંચમો પ્રયાસ છે. છેવટે એવું શું કારણ હતું કે જ્યારે આ બિલને પ્રથમ ચાર વખત મંજૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તે પસાર થઈ શક્યું નહીં? આટલું જ નહીં તેમણે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી પર પણ નિશાન સાધ્યું અને બેફામપણે પૂછ્યું, હૈદરાબાદને અનામત મળશે તો ઓવૈસી સાહેબ શું કહેશે? આવી સ્થિતિમાં જો સીમાંકન પંચ તમામ રાજ્યોમાં જાય અને ખુલ્લી સુનાવણી પછી પારદર્શક રીતે નિર્ણય લે કે કઈ બેઠકો અનામત રાખવી જોઈએ તે સારું રહેશે.

error: